Jan Aushadhi Digital Blood Pressure Moniter, ઘરેથી BP ચેક કરવાની સરળ અને સસ્તી રીત

Jan Aushadhi Digital Blood Pressure Moniter: આજના ઝડપી જીવનમાં બ્લડ પ્રેશર (BP) ની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. હાઈ BP અથવા લો BP (Blood Pressure) બંને આરોગ્ય માટે જોખમી બની શકે છે. તેથી નિયમિત BP ચેક કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે જન ઔષધિ ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર એક વિશ્વસનીય, સરળ અને કિફાયતી વિકલ્પ છે.

Digital Blood Pressure Moniter શું છે?

ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર એ એક ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે, જે હાથ પર બાંધવામાં આવે છે અને માત્ર એક બટન દબાવતા જ બ્લડ પ્રેશર અને પલ્સ રેટ બતાવે છે. જન ઔષધિ દ્વારા મળતું BP મોનિટર સરકાર દ્વારા મંજૂર અને ભારત માં બનાવેલું ગુણવત્તાયુક્ત બ્લડ પ્રેસુર મોનીટર છે.

Digital Blood Pressure Moniter

Jan Aushadhi BP મોનિટરની મુખ્ય વિશેષતાઓ

  1. સરળ ડિજિટલ ડિસ્પ્લે
  2. સિસ્ટોલિક, ડાયસ્ટોલિક અને પલ્સ રીડિંગ
  3. એક બટનથી ઓપરેશન
  4. ઘરમાં ઉપયોગ માટે યોગ્ય
  5. વૃદ્ધ લોકો માટે ખૂબ સરળ
  6. ચોક્કસ અને વિશ્વસનીય પરિણામ
  7. બ્રાન્ડેડ મોનિટર કરતા ઘણું સસ્તુ
  8. Made in India

જન ઔષધિ બ્લડ પ્રેશર મોનિટર વાપરવાની રીત

  1. મોનિટર નો બેલ્ટ હાથ પર યોગ્ય રીતે બાંધો
  2. શાંતિથી બેસો અને હાથ હ્રદયની સપાટીએ રાખો
  3. Start બટન દબાવો
  4. થોડા સેકન્ડમાં સ્ક્રીન પર BP રીડિંગ દેખાશે

કોને જન ઔષધિ BP મોનિટર રાખવું જોઈએ?

  • હાઈ BP (Blood Pressure) ધરાવતા દર્દીઓ
  • લો BP ની સમસ્યા હોય તેવા લોકો
  • ડાયાબિટીસના દર્દીઓ
  • વૃદ્ધ વ્યક્તિઓ
  • ઘરેથી નિયમિત BP ચેક કરનાર

જન ઔષધિ BP મોનિટર ના ફાયદા

  • હોસ્પિટલ જવાની જરૂર નહીં
  • સમય અને પૈસા બંને બચાવે
  • રોજિંદી હેલ્થ મોનિટરિંગ સરળ
  • ઈમરજન્સી સમયે મદદરૂપ

જન ઔષધિ BP મોનિટર કિંમત

જન ઔષધિ ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર બ્રાન્ડેડ મોનિટર કરતા ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ છે.સામાન્ય રીતે તેમાં 50% થી 70% સુધી બચત થાય છે. જન ઔષધિ BP મોનિટર તમને માત્ર 938 રૂપિયા માં જન ઔષધિ કેંદ્ર માં મળી રહે છે.

જન ઔષધિ મોનિટર કેમ પસંદ કરવું?

જન ઔષધિ યોજના ભારત સરકારની પહેલ છે, જેનો હેતુ સસ્તી, ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય હેલ્થ પ્રોડક્ટ્સ જનતાને ઉપલબ્ધ કરાવવાનો છે.

અહીં મળતી પ્રોડક્ટ્સ WHO-GMP ધોરણો અનુસાર બનેલી હોય છે. જન ઔષધિ ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર તમને 3 વર્ષ ની વોરંટી સાથે મળે છે, અને આ મોનિટર ને વાપરવું એકદમ સરળ છે, અને બજાર કરતા બોવ ઓછી કિંમત માં મળે છે.

નિષ્કર્ષ

જો તમે ઘરે બેઠા સરળ રીતે બ્લડ પ્રેશર ચેક કરવા માંગતા હો, તો Jan Aushadhi Digital Blood Pressure Moniter તમારા માટે ઉત્તમ પસંદગી છે. ઓછી કિંમત, સારી ગુણવત્તા અને વિશ્વસનીય પરિણામ – બધું એક સાથે.

વધુ વાંચો

  1. Jan Aushadhi Knee Cap

Leave a Comment